25# માનસિક ગુલામીમાંથી મુક્તિનો સ્વતંત્રતા દિવસ

​નીચેના ઉદાહરણો ફકત ટીખળ માટે ફરતા થયેલા છે પરંતું તેંમા થોડી સચ્ચાઈ છે કે આપડા મહદંશે ભારતીયો ૩૦ વરસ પેહલા સુધી આ બધા સહજ ઉપલબ્ધ વિજ્ઞાન નો ઉપયોગ કરતા હતાં, જે હવે repackaged થયી ને આપણને પીરસવામાં આવે છે જેનો હોંશે ને હોંશે આપણે ઉપભોગ કરીએ છે. મર્મ સમજ્યા હશો એવી અપેક્ષા રાખું છું. ભારતીય સંયુક્ત કુટુંબપ્રથા,યોગ,ધ્યાન,આયુર્વેદ,ખાનપાન ની રીત પર આવી જ રીતે જુનવાણી વિગેરે આક્ષેપો લાગેલા છે ૧૮ મી શતાબ્દીમા અને અત્યારે જ્યારે આપણે પશ્ચિમને એમા જોઈએ એટ્લે ગર્વ લઇએ છીએ. ગુનેગાર આપણેજ છીએ પરંતું એનો મતલબ એ નથી કે આપણે કઇ જાણતાજ નહોતા ખાલી આપણી વેચાયેલિ માનસિકતા એ લઘૂતાગ્રંથિમા આખા સમાજ ને મુકી દીધો છે. આ માનસિક ગુલામી માંથી મુક્તિ મળશે એટલે સાચા અર્થમાં મુકત કહેવાઇશુ. જય ભારત.